Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોટી પાનેલીમાં દર્દીના સંપર્કમાં આવનાર તમામના રીપોર્ટ નેગેટીવઃ ગામમાં પ્રવેશ બંધ કરવા નિર્ણય

મોટી પાનેલી, તા.૧૧: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં બે દિવસ પહેલા એક વ્યકિત જે જામજોધપુરના કોરોના પેશન્ટના સંપર્કમાં આવેલ તેની જાણ થતા તેમને રાજકોટ રિપોર્ટ માટે મોકલી આપેલ જેને લઈને આશરે તેર હજારની વસ્તી ધરાવતા આ ગામના લોકોમાં ભયનો માહોલ છવાયેલ સોસીયલ મીડિયા ના માધ્યમ થી ગામની સરહદો સીલ કરવાની લોકમાંગણી ઉઠેલ લોકમાંગણી ને ધ્યાનમાં લઇ સરપંચ તેમજ ઉપસરપંચ ચેરમેનશ્રી ના અધ્યક્ષ સ્થાને તાત્કાલિક ગામના આગેવાનો જ્ઞાતી પ્રમુખોની મિટિંગ બોલવામાં આવેલ જેમાં ગામ હિત માટે લોકોના ડરને ખાળવા માટે ગામમાં વાઇરસ ને પ્રવેશતો અટકાવવા માટે બહારથી પ્રવેશતા લોકોમાટે શું કાર્યવાહી કરવી તેવી વ્યાપક ચર્ચા થઇ હતી જેમાં ગામના રસ્તા બંધ કરવા કે બહારથી આવતા લોકોને અન્ય કોઈ જગ્યાએ કોરોનટાઇન કરવા કે કોઈને પ્રવેશ ના આપવો તેવી અનેક ચર્ચા ને અંતે દરેકની સહમતીથી નક્કી થયેલ કે ગામના દરેક વોર્ડના સભ્યોની સાથે પાંચ કાર્યકર્તા રહી તેમના વિસ્તારમાં પ્રવેશતા લોકો ઉપર વોચ રાખવી હોમ કોરોનટાઇન કરેલ લોકો ઉપર વોચ રાખવીઙ્ગ તેમની જાણકારી પંચાયત ને કરવી અને હોમ કોરોનટાઇન કરેલ તમામ વ્યકિતની પોલીસ નિગરાની રાખે

સરપંચ શ્રી મનુભાઈએ તમામ આગેવાનોને તેમના સમાજ માં કોઈપણ વ્યકિત આવેતો તેમની જવાબદારી નીભાવવા અપીલ કરેલ ઉપસરપંચ શ્રી બધાભાઇ ભારાઈ એ આવી મહામારીમાં ગામહિત માટે સર્વોનો સહકાર મળી રહે તેવી અપીલ કરેલ જિલ્લા પંચાયત ચેરમેન શ્રી બાલુભાઈ વિંઝુડા એ મહામારીની ગંભીરતા દરેક આગેવાનોએ પોતાના સમાજના લોકોને સમજાવી પોતાની જવાબદારી નિભાવવી જોઈએ પૂર્વ સરપંચ અશોકભાઈ પાંચાણી એ દરેક સભ્યો તેમજ આગેવાનોને જવાબદારી સોંપવાની વાત કરેલ.

બેઠકમાં મનુભાઈ ભાલોડીયા, બધાભાઇ ભારાઈ, બાલુભાઈ વિંઝુડા, અશોકભાઈ પાંચાણી, મહેન્દ્રભાઈ ભાલોડીયા, ઇશાકભાઈ સોરા, જતીન ભાલોડીયા, રસિક પટોડીયા, ચંદુભાઈ જાદવ, ઠેડાભાઈ રબારી, ભુરાભાઇ, રતાભાઈ, ભામભાઇ સાથે તમામ જ્ઞાતિના આગેવાનો પ્રમુખો સાથે આરોગ્ય અધિકારીશ્રી પોલીસ સ્ટાફ સહકારી આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સહીત અંદાજે બસો જેટલાં લોકોએ હાજરી આપી હતી.

(11:03 am IST)