Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ઢાંક ગામના વિહારકા નેસમાંથી બીજો દિપડો પાંજરે પુરાયો

ઢાંક : ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આતંક મચાવતા દિપડાને પાંજરે પુરવામાં આવ્યો. અગાઉ પણ એક દિપડો પાંજરે પુરાયો હતો. ત્યારબાદ બીજીવાર પાંજરુ મુકતા ફોરેસ્ટ ખાતાની મદદથી ઢાંકની વિહારકા નેસ વિસ્તારમાં આવેલી ભુપતભાઇ ભીખુભાઇ માંકડની વાડીએથી દિપડાને સવારના પાંચ વાગ્યાની આસપાસ ઝડપી પાડવામાં આવ્યો હતો. હજી એક દિપડો ઢાંકની આસપાસ ફરતો હોવાની વાતો સાંભળવા મળે છે તેથી પાછુ પાંજરૂ મુકીને ત્રીજા દિપડાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવે એવી આજુબાજુના વિસ્તારના લોકો માંગણી કરવામાં આવી છે.

(11:01 am IST)