Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

સુરતથી રત્ન કલાકારોને પરત લઇ આવવા માટે મોરબીથી ૧૦ એસટી બસો રવાના

મોરબી,તા.૧૧: મોરબીમાં વસતા પરપ્રાંતીય શ્રમિકોને વતન પરત મોકલવા ટ્રેનો ચાલી રહી છે તો મોરબી જીલ્લાના રત્નકલાકારો સુરતમાં હોય જેને પરત લાવવા માટે મોરબીથી ૧૦ એસટી બસો રવાના કરવામાં આવી છે.

મોરબીમાં જુદી જુદી ચાર ટ્રેન દ્વારા શ્રમિકોને વતન પરત લઇ જવા માટે રવાના થઇ છે અને વધુ પાંચ ટ્રેનો પણ હજુ મોકલવામાં આવનાર છે ત્યારે હવે સરકાર દ્વારા સુરતમાં અટવાયેલા રત્નકલાકરોને તેના વતન પરત લઇ આવવા માટે મોરબીથી સુરત ૧૦ એસટી બસો મોકલવામાં આવી છે જે રત્નકલાકરોને તેના વતન મોરબી ખાતે પરત લાવશે પરત આવેલા રત્ન કલાકારોને આરોગ્ય ચકાસણી અને ઘરે જાતે જ સરપંચ દ્વારા હોમ ઓરોન્ટાઇન સહિતની કામગીરી કરવી પડશે એટલું જ નહિ મોરબીમાંથી મોકલેલી એસટી બસના ડ્રાઇવરોને પણ સેનેટાઈસિઝન તેમજ માસ્ક અને આરોગ્યની ચકાસણી કરવી અનિવાર્ય રહેશે મોરબીથી આરોગ્યની ચકાસણી કાર્ય બાદ જ સુરત તરફ જવા માટે રવાના કરશે અને સુરતથી આરોગ્યની ચકાસણી કર્યા બાદ મોરબી પરત આવવા માટે મંજુરી આપવામાં આવશે .

(11:00 am IST)