Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ચોટીલામાં મુસ્લીમ સમાજ પાક રમઝાન માસની નમાઝ ઘરમાં જ પઢી રહ્યા છે

વઢવાણ તા.૧૧ :  મુસ્લિમ મઝહબ નો અત્યંત પાક રમઝાન માસ ચાલુ છે ત્યારે ચોટીલા માં અનેક મુસ્લિમો રોઝા રાખી માહે રમઝાનમાં અલ્લાહ ની બંદગી અને નમાઝ માં વ્યસ્ત બન્યાં છે.

ચોટીલા માં પાક રમઝાન માસ નો ઉત્સાહ અત્યારે તેની ચરમસીમા એ પહોંચ્યો છે અને બળબળતા ઉનાળા ના આકરા તડકા અને આકાશ માં થી લુ વરસાવતી કાળઝાળ ગરમી વચ્ચે પણ ચોટીલા માં દ્યાંચી , મેમણ , સિપાઈ , સંધિ , ફકીર સહિત સમસ્ત મુસ્લિમ સમાજ રોજા રાખી અત્યારે ખુદા ની બંદગી માં ઓતપ્રોત બન્યો છે.

કોરોના ના કહેર વચ્ચે ચોટીલા ના સમસ્ત મુસ્લિમ બીરાદરો પોતાના દ્યરે ફઝર , જોહર , અસર , મગરીબ , ઇશા સહિત ની પાંચ વખત નમાજ અને માહે રમજાન ની ખાસ નમાઝ તરાવિહ અદા કરી પુરા ભારત દેશ અને સમગ્ર વિશ્વ માં થી કોરોના નો કહેર દુર થાય , જનજીવન પહેલા જેવુ ધબકતુ થાય અને તમામ જ્ઞાતિ ના લોકો તંદુરસ્ત રહે તેવી અલ્લાહ પાસે બંદગી કરી રહેલ છે.

આ અંગે ચોટીલા ના મુસ્લિમ સમાજ ના યુવા કાર્યકર તથા પત્રકાર મોહસીનખાન પઠાણ અને વેપારી તથા યુવા કાર્યકર ઇન્તુભાઇ મકડા એ જણાંવ્યું હતું કે કોરોના ના કારણે અત્યારે લોકડાઉન હોવાથી અમો પરિવાર સાથે દ્યરે પાંચ ટાઈમ ની નમાજ અને તરાવીહ ની નમાજ અદા કરીએ છીએ. અને આપણા દેશ અને પુરી દુનિયામાંથી કોરોના નો કહેર દૂર થાય તેવી દુઆ કરીએ છીએ.

(10:59 am IST)