Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

રાજુલામાં સુરત સહિતના જિલ્લામાંથી ઢગલાબંધ લોકો આવી પહોંચ્યા

ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થા

રાજુલાઃ સુરત તથા અન્ય જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં અહીં વસવાટ કરતા લોકો ઉમટી પડયા છે. છેલ્લા બે દિવસથી રાજુલામાં સુરત, અમદાવાદ તથા ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વસવાટ કરતા રાજુલા તાલુકાના વતનીઓ એસટી લકઝરી બસ તેમજ ખાનગી વાહનોમાં ખૂબ જ મોટી સંખ્યામાં આવવાનું શરૂ થઇ ગયેલ છે. સૌપ્રથમ કુમાર શાળા નંબર એકમાં હેલ્થ વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે છે, રહેઠાણની વિગતોનો વિગતો નોંધવામાં આવે છે, ત્યારબાદ તેઓને ભેરાઇ રોડ પર આવેલ સ્કૂલમાં લઇ જવામાં આવે છે અને બાદમાં જે તે ગ્રામ પંચાયતના સરપંચ પાસેથી હોમ કોરનટાઇનની બાંહેધરી મેળવ્યા બાદ જ ગામમાં મોકલી આપવામાં આવે છે. હેલ્થ વિભાગના અધિકારી ડો. કલસરિયા, સંજયભાઇ તેમજ સ્ટાફ સતત ખડે પગે રહેલ છે.  રાજુલા પ્રાંત અધિકારી શ્રી ડાભી, મામલતદાર શ્રી ગઢીયા, તેમજ પી.આઇ. શ્રી ઝાલા તથા પી.એસ.આઇ. શ્રી ગોહિલ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહેલ છે.

બહારના જિલ્લાઓમાંથી આવતા તમામ લોકોમાટે ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા ગૌશાળા પાસે ધારાસભ્યશ્રી અમરીશ ડેર દ્વારા કરવામાં આવેલ છે.

(10:59 am IST)