Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જેતલસર પંથકના બાવાપીપળીયા ગામે પ્રદૂષણયુકત પાણી છોડાતા ખેડૂતોમાં રોષ

બંધ ઉદ્યોગો ચાલુ થતા આકસ્મિક આવું બન્યાનું જણાવતા ડાઇંગ સૂત્રો

જેતલસરઃ અહિંના બાવાપીપળીયા ગામે વોંકળામાં પ્રદુષણયુકત પાણી છોડાયાની વાતથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતો કહે છે કે એક બાજુ કોરોનાની મહામારીથી ખેડૂતો હેરાન છે, બીજી બાજુ પ્રદુષણવાળું પાણી એનોે જીવવા નહિ દે તે પાકું છે. જોકે જેતપુર ડાઇંગ સૂત્રોએ આ વાત આકસ્મિક બની હોવાથી અટકાવી દેવાઇહોવાનું જણાવ્યું હતું.

ગ્રામ પંચાયતના ચેરમેન ગોપાલભાઇ માધાભાઇ પરમારે કહ્યું કે એક તરફ ખેડૂતો આ કોરોનાની મહામારીને લીધે મંદીના માહોલમાં ખેતીવાડીનો આધાર રાખીને બેઠા હોય છે. પરંતુ આવા કેમિકલયુકત પાણીને લીધે હવે ખેતીમાં કશું ઉપજે તેવું લાગતું નથી.

જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોશિયેશનના જેન્તીભાઇ રામોલિયાએ જણાવ્યું હતું કે દોઢ મહીના થયા એસોસિએશન અને ધોલાઇ ઘાટ બંધ હતા. સરકારની થોડીઘણી છૂટછાટ વચ્ચે હવે ફરી વખત ચાલુ કરતા પાઇપ લાઇનો તૂટી ગઇ હોવાથી આકસ્મિક પાણી નીકળતા તે અટકાવી દેવાયું છે. (ફોટો અને સમાચારઃ કુલદીપ જોશી, જેતલસર)

(10:58 am IST)