Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

નયનાબેન જોબનપુત્રાના નિધનથી ઘેરો શોકઃ અનેકવિધ સેવાકાર્યોઃ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાસુમન

 જૂનાગઢઃ લોહાણા સમાજનાં મહિલા અગ્રણી અને વર્ષોથી વિવિધ સેવાકિય પ્રવૃત્તિ, સામાજીક પ્રવૃત્તિ તેમજ જ્ઞાતિલક્ષી કાર્યોમાં સદાય અગ્રેસર રહેલા શ્રીમતી નયનાબેન જયેન્દ્રભાઇ જોબનપુત્રા (ઉ.વ.૬૭)નું તાજેતરમાં દુઃખદ  નિધન થતાં રઘુવંશી લોહાણા સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ હતી. તેમજ વિવિધ મહિલા મંડળો અને સામાજીક સંસ્થાઓએ તેઓની સેવાકીય પ્રવૃત્તિને યાદ કરી અને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા છે.

''નયના મેડમ''નાં હુલામણાં નામથી ઓળખાતા હતાં અને રાજકીય અને સામાજીક અગ્રણી ચેમ્બર ઓફ કોમર્સનાં પૂર્વ માનદ મંત્રી, પૂર્વ પત્રકાર, લેખક અને ગ્રેઇન એસો.નાં પૂર્વ ઉપપ્રમુખ તેમજ વિવિધ સરકારી કમિટીનાં પૂર્વ સદસ્ય અને લોહાણા યુવક મંડળ (૧૯૭૦)નાં સ્થાપક અને લોહાણા મહાજનનાં મોવડી શ્રી જયેન્દ્રભાઇ જોબનપુત્રાનાં ધર્મપત્ની તેમજ શ્રીમતી માલવીબેન (મુંબઇ) અને શ્રી તેજસભાઇનાં માતુશ્રી અને સ્વ.શ્રી એન. કે. ગણાત્રા (મુંબઇ) વાળાનાં પુત્રીનું તા.રપ મે ર૦ર૦નાં રોજ ટુંકી બિમારીથી નિધન થયું છે.

તેઓએ લોહાણા મહિલા મંડળની સ્થાપના કરી હતી અને સ્થાપક પ્રમુખની જવાબદારી નિભાવી હતી. (૧૯૭૪) તેમજ શ્રી સોરઠ લોહાણા કન્યા છાત્રાલય મહિલા પાંખની સ્થાપના કરી અને ઉપપ્રમુખ બન્યા હતા.

૪૦ જેટલાં ગરીબ પરિવારની દિકરીઓની પોતાનાં ખર્ચે જયેન્દ્ર ભવનમાં સગાઇઓ કરાવી અને ગરીબ વૃધ્ધાઓને યાત્રા પણ કરાવી હતી. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં આવેલાં અંબિકા ચોક વિસ્તારમાં આવેલી ગરબીનું સંચાલન તેમજ આરતીનાં સમય હાર્મોનિયમ વગાડી અને આધ્યાત્મિક વાતાવરણ ઉભંુ કરી દેતા હતાં.

જયેન્દ્રભાઇ જોબનપુત્રાનાં બાંધકામનાં વ્યવસાય (જે. જે. બિલ્ડર્સ)ની જવાબદારી પણ સંભાળતા હતાં.

જોબનપુત્રા અને ગણાત્રા પરિવારનું ગૌરવ વધારનાર અને અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી અને માનવતાની મહેક પ્રસરાવનાર નયનાબેન જોબનપુત્રાનું નિધન થતાં જ ઘ(રા શોકની લાગણી પ્રસરી ગઇ છે.

(10:57 am IST)