Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કેશોદના સોંદરડા ગામને ૧૨૦૦ લીટર ગૌમુત્ર-છાણથી સેનેટાઇઝ કરતી ગ્રામ પંચાયત

 કેશોદ, તા.૧૧: સરકાર દ્વારા કોરોના વાયરસ કોવીડ ૧૯ થી બચવા જુદા જુદા પગલાં ભરવા ગ્રામપંચાયતોને જરૂરી અમલવારી કરવા સૂચના આપવામાં આપવામાં આવી રહી છે.  ત્યારે કેશોદના સોંદરડા ગ્રામપંચાયત દ્વારા ગામને સરકારની ગાઇડ લાઇન પ્રમાણે અનેક વખત સેનીટાઇઝ કરાયું. અત્રે ઉલ્લેખનીય છેકે કેશોદ તાલુકામા કોરોનાનો એકપણ કેસ નથી તેથી ચેતતા નર સદાસુખીની ઉકિતને ધ્યાનમાં લઈ પોતાનું ગામડુ સુરક્ષિત સલામત રહે તેવા હેતુસર આ ગામના જાગૃત લોકોની એવીઙ્ગ માંગ હતી કે, આર્યુવૈદિક પધ્ધતિથી ગામને સેનીટાઇઝ કરવામાં આવે તેથી સરપંચ સુરજભાઇ ચાવડા ઉપસરપંચ નિલદીપસિંહ રાયજાદા તેમજઙ્ગ સદસ્યોએ ગામ લોકોની માંગણીને ધ્યાનમા લઈ સ્વયંસેવકો સાથે રાખી આ બીડું ઝડપી લઇ ૧૨૦૦ લીટર ગૌમૂત્ર અને છાણનું મિશ્રણ કરી ગામની તમામ ગલીઓ તેમજ પ્લોટ વિસ્તારમાં સ્પ્રે કરી સેનીટાઇઝ કર્યું હતું. તેમજ કોરોના મહામારીને ધ્યાનમા લઈ અનેક તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

(10:56 am IST)