Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કાળવા ચોકને સાંકળતા રસ્‍તાઓના કામ બે મહિનાથી પુરા થયા નથીઃ તો આ કામ ૧ મહિનામાં કેવી રીતે થશેઃ સંજય કોરડીયા

જુનાગઢમાં કાળવા ચોક ટુ એમ. જી. રોડઃ ૧ મહિનો બંધ કરતા પહેલા આટલું વિચારો

જુનાગઢ તા. ૧૧ :.. ચિતાખાના ચોકથી કાળવા ચોક સુધીના એમ. જી. રોડને એક મહિના સુધી બંધ કરવા માટેના જાહેરનામાનો ભાજપના શ્રી સંજય કોરડીયાએ આઘાતા જનક ગણાવ્‍યો છે.

તેમણે લખ્‍યું છે કે લોકડાઉન ખૂલ્‍યા પછી ૧ મહિનો રસ્‍તો બંધ થાય તો વેપારી વર્ગ માટે કપરૂં બનશે.

કાળવા ચોકથી અન્‍ય વિસ્‍તારની સાકળતા રસ્‍તાઓની હાલત અત્‍યંત જર્જરિત થઇ ગઇ છે જે કાર્ય પણ અંદાજ બે મહિનાથી પૂર્ણ થયેલ નથી. ત્‍યારે આ નિર્ણયથી પરેશાની વધશે. મંદીના સમયે અર્થતંત્રને કે મુખ્‍ય માર્ગોને લગતા નિર્ણય માટે પ્રજા કે પ્રજાના પ્રતિનિધિને વિશ્વાસમાં લેવા જોઇએ. ફકત બ દિવસન સમયમાં આ નિર્ણયની અમલવારી કરવા માટે વેપારીઓ પોતાની વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા પણ ના કરી શકે.

એમ. જી. રોડને અક મહિનામાં ફરી ચાલુ કરવાના આપલ સમયનો ભરોસો જનતાને નથી, કેમ કે ચોમાસામાં તૂટેલા માર્ગોની રીપેરીંગ માટે કરોડોની ગ્રાન્‍ટના કામો મહદઅંશે હજુ પણ પૂર્ણ થયેલ નથી. આ કામ પૂર્ણ થાય ત્‍યાં તો ફરી ચોમાસુ આવી જાય. માટે આ આયોજન યોગ્‍ય નથી. અહીં ગટરના કામ પુરા થશે ? લોકો ફરી ચાલી શકશે ? નવો રોડ બનાવી એક મહિનામાં ફરી  ધમધમતો  કરવા  તંત્ર ખાત્રી આપી શકશે ?

કેન્‍દ્ર - રાજય સરકાર દ્વારા રોડ-રસ્‍તાના કામ શરૂ કરી દેવા માટે ૧પ દિવસ પહેલા જ નિર્ણય આવી ચૂકેલ હતો, ત્‍યારે જ બંધ દુકાનો વખતે આ કામ શરૂ કરી શકાત, પરંતુ આ સિવાયના અન્‍ય કામ પણ કોન્‍ટ્રાકટરોએ શરૂ કરેલ નથી તે દુઃખદ બાબત છે.

વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર અને પૂર્વ સ્‍ટેન્‍ડીંગ ચેરમેન શ્રી સંજય કોરડીયાએ કહયું છે કે આ રોડ પર અનેક નાના-મોટા વેપારીઓના ધંધા-રોજગાર છે, જેઓ એક લોકડાઉનનો માર સહન કરી માંડ ઉભા થઇ રહ્યા છે, ત્‍યાર તેમના માટે આ બીજું લોકડાઉન થઇ રહ્યું છે તો ઉપરોકત બધા મુદાઓન સાંકળી અને રોડ બંધ કરતા પહેલા વેપારીઓને પદાધિકારીઓને સાંભળી આ નિર્ણય બાબતે ફેરવિચારણા કરવામાં આવે એવું મ્‍યુનિ. કમિશ્નરને સુચન છે. એમ. જી. રોડના વૈકલ્‍પિક રોડ જયશ્રી રોડ, નવા નગરવાડા રોડ તથા તળાવ દરવાજા રોડને પ્રથમ દુરસ્‍ત કરવામાં આવે, પછી આ કામ શરૂ કરવામાં આવે જેથી પ્રજાજનોની હાલાકી ઓછી થઇ શકે તેમ જણાવ્‍યું છે.

(11:49 am IST)