Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કચ્છ આવેલા કુંવરજી બાવળીયાને ગાંધીધામ સંકુલની પાણી સમસ્યા બાબતે કચ્છ ભાજપના મંત્રીએ લખ્યો પત્ર,

*ગાંધીધામના નગરસેવક અને કચ્છ ભાજપના મંત્રી જે.પી. મહેશ્વરીએ લખ્યો પત્ર

ભુજ) માન મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાજી,  પાણી પુરવઠા બોર્ડ  કચ્છ માં સ્વાગત છે.લોકડાઉન ને કારણે આપને મળી શકાતું નથી જે બદલ ક્ષમા

અત્યારે ઉનાળામાં ગરમી તડકામાં ગાંધીધામ કૉમ્પ્લેક્સ ને પાણી ની ચિંતા ખૂબ સતાવે છે,ગાંધીધામ ને ત્રણ દિવસે અને આદિપુર ને ચોથા દિવસે પાણી અપાય છે.ટપ્પર ડેમ સરકારશ્રી એ છલોછલ ભરી આપ્યો એ માટે આપનો અને કચ્છ ના તમામ પદાધિકારીઓ નો ખુબ આભાર.

ટપ્પર ડેમ પછી સેકંડ ઓપ્શન શિણાય ડેમ છે જેની પહોળાઈ ૧૦ કિમી.અને ઊંડાઈ ૩૦ મીટર છે જે અત્યારે ખાલી પડ્યું છે,આ ડેમ અગાઉ રાજાશાહી વખતે આજુબાજુ ના ગામડાને ખેતી માટે પૂરતો હતો સમયાંતરે ખેતી ઓછી થતી ગઈ અને નવા શહેરો નો ઉદભવ થયો જે મુજબ ગાંધીધામ_આદિપુર ૧૯૫૦ માં વસ્યું.ત્યારે કંડલા ને પાણી ની જરૂર પડતાં શિણાય ડેમ સિંચાઇ ખાતા પાસેથી કેપીટી પાસે આવ્યું.આજે એ ડેમ ની માલિકી પાણી પુરવઠા બોર્ડની છે.કંડલા સાથે ગાંધીધામ અને આદિપુર બંને શહેર ખૂબ વધ્યા અને હજી આવનારા દિવસો માં ખૂબ વિકાસ થવાનો છે અત્યારે કંડલા કોમ્પલેક્ષ ને દરરોજ ૫૦ MLD પાણી ની ખપત છે  ત્યારે જેમ ટપર ડેમ ભર્યું એવી રીતે શિણાય ડેમ જો ભરી દેવાય તો આદિપુર અને આજુબાજુ ગામડાને એ ડેમ માંથી પાણી આપી શકાય એવું છે,આ બાબતે આપને અમારા કચ્છી મંત્રીશ્રી વાસણભાઇ આહીર અને અમારા ગાંધીધામ ના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન એ રજૂઆત કરેલ છે જે પ્રજાના ધ્યાને છે.

આ જોડિયા શહેરને કાયમી પાણીની પીડામાંથી મુક્ત કરવા આ એકમાત્ર ઉપાય છે.

મને ખાત્રી છે કે આ બાબતે આપ સક્રિય હશો જ.

તેમ

જે.પી. મહેશ્વરી એ જણાવ્યું છે.

(11:42 am IST)