Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

સાવરકુંડલાના જાબાળમાં મનરેગા કામનું ખાતમુહૂર્ત

 સાવરકુંડલાઃ તાલુકાના જાબાળ ગામમા મનરેગા યોજનાનું કામ ચાલુ કરવાની માગણી હતી. જે કામ શરૂ કરવાની મંજુરી આવતા અત્યારે કોરોનાની મહામારીમા લોકોને રોજગારી મળી રહે એ હેતુથી જાબાળ ગામમા મનરેગા યોજનાનું કામનું ખાત મહુર્ત કરવામાં આવ્યું તેમા નિયામક પી.એમ.ડોબરીયાને જાબાળના સરપંચ ભૂપેન્દ્રભાઈ એન ખુમાણના હાથે કરવામાં આવ્યું હતું. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલીના વિક્રમભાઈને મનરેગા યોજના અધિકારી શ્રી વાઢેર જિલ્લાના સ્ટાફ (૧)જયન્દ્રભાઈ ત્રિવેદી, (૨)આર બી. લલિયા,(૩)પ્રકાશભાઈ પડીયા,(૪)વિનોદભાઈ, (૫)જાબાળ ગ્રામ પંચાયતના મંત્રી દલ ભાઈ ઙ્ગતેમજ ગામના નરૂદાદાજોષી તેમજ જાબાળ ગામ ના સભ્ય જગદીશગિરી યોગેશભાઈ ખુમાણ .સનજભાઈ બરવળીયા.હરેશભાઇ રંગપરિયા.કિશોરભાઈ ખુમાણ.તેમજ ગામ ના આગેવાનો ને આથી ૪૦ થી ૫૦ મજૂરોને આરોગ્ય કેન્દ્ર દ્વારા માસની દવા આપવામાં આવી હતી. મનરેગા યોજનાના કામના ખાતમુહૂર્તની તસ્વીર.

(10:17 am IST)