Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

બગસરાના ડો. હિરપરાની ફરજ નિષ્ઠા

 બગસરાઃ બ્લોક હેલ્થ ઓફિસ અંતર્ગત આર.બી એસ.કે. વિભાગના મેડિકલ ઓફિસરઙ્ગ ડો. પિન્ટુબેન હિરપરા નેઙ્ગ નવ માસ પૂર્વે માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. પોતાને ત્યાં પુત્રનો જન્મ થયેલ હોય પુત્ર હેત્વીક ની સારસંભાળ માટે તેઓ રજા ઉપર રહેલા હતા પરંતુ કોરોના મહામારી અંતર્ગત આરોગ્ય વિભાગમાં કામગીરી શરૂ થતા પરિવારને બદલે દેશસેવાને મહત્વ આપી પોતાનું કાર્ય શરૂ કરી દીધું હતું. લોકોને કોરોના વિશે આરોગ્ય શિક્ષણ આપવાનુ , હોમ કોરોન્ટાઈન લોકોને ને ઘરે ઘરે જઈઙ્ગ તેમના ફોલોઅપ લેવા, તાવ, શરદી ના દર્દીઓના ફોલોઅપ લેવા અને તેમને કોરોના વિશે આરોગ્ય શિક્ષણ આપવા જવુઙ્ગ , તેમજ તાજેતરમાં શરૂ થયેલા સેલ્ટર હોમ પર પણ બહારથી આવતા લોકો ની દેખરેખ રાખવામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. દિવસભર  ફરજ પૂરી કરી સાંજના સમયે પરત આવી સૌપ્રથમઙ્ગ શરીરને શેનીટાઈઝ કરી પોતાના બાળકને ભરપૂર પ્રેમ આપીને પરિવાર અને ફરજ વચ્ચે સમાયોજન કરી રહ્યા છે.ડો. હિરપરાની તેમની પુત્રી સાથેની તસ્વીર.

(10:16 am IST)