Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના દર્દીઓની આયુર્વેદ પધ્ધતિ સારવાર

ખંભાળિયા,તા.૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ આંતર-રાજય યાત્રાથી કોરોના દર્દીઓમાં પણ કોરોના સબંધિત રોગના લક્ષણ જોવા મળ્યા નથી. જિલ્લામાં કોરોના દર્દીઓની આયુર્વેદ પધ્ધતિથી સારવાર થઇ રહી છે.

ગુજરાત રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવશ્રી દ્વારા લક્ષણરહિત દર્દીઓને આયુર્વેદ પદ્ઘતિથી સારવાર કરવાની મંજુરી આપેલ છે. તદનુસાર હાલમાં આ દર્દીઓની સહમતી લઇ તેમને આયુર્વેદ સારવાર શરૂ કરવામાં આવી છે.

જેમાં ઔષધરૂપે સંશમનીવટી, આયુષ ૬૪ કેપ્સુલ, યષ્ટિમધુદ્યનવટી અને દશમુલ-યથ્યાદી-ત્રિકુટના ઉકાળાનો સમાવેશ છે આહારમાં મુખ્યત્વે સવારે શરૂઆત હર્બલ-ટી થી કરવામાં આવે છે અને તે પછી નાસ્તો-ભોજન તમામ ડાયેટ પ્લાન મુજબ હોય છે. વિષેશ કરીને ગોલ્ડનમિલ્ક દિવસમાં બે વાર આપવામાં આવી રહયું છે.

તમામ કામગીરી સંશોધનાત્મક રૂપે કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહયો છે. જેનું સંકલન દેવભૂમિ દ્વારકા જિલ્લાના આયુષ વિભાગના જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય વિવેક શુકલ તેમજ આયુર્વેદ મેડીકલ ઓફીસર વૈદ્ય પરેશ જેઠવા તથા ખંભાળીયા હોસ્પીટલના અધિક્ષક ડો. હરીશ મટાની તેમજ મેડીકલ ઓફીસર ડો. રાધુબેન કરમુર અને ડો. કાદરી દ્વારા કરવામાં આવી રહયું છે.

(10:15 am IST)