Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુકાનો ઓફિસો સાંજે પાંચ સુધી જ ખુલ્લી રહેશે

ખંભાળિયા,તા.૧૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ ધંધાર્થીઓ માટે તેમની દુકાનો તથા ધંધાકીય એકમો ઉપરાંત ખાનગી ઓફિસો અને સંસ્થાઓના સમયગાળામાં ફેરફાર અંગે વધુ એક જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા પ્રસિદ્ઘ કરવામાં આવ્યું છે.ઙ્ગ

દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા તાજેતરમાં પ્રસિદ્ઘ કરવામાં આવેલા જાહેરનામામાં ફેરફાર કરી, જિલ્લામાં દુકાનો, ખાનગી ઓફિસો, ખાનગી સંસ્થાઓ સવારના ૭ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ઘ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામું કન્ટેનમેન્ટ / બફર ઝોન તરીકે જાહેર થયેલા વિસ્તારો સિવાય લાગુ પડશે તેમ પણ આ જાહેરનામામાં જણાવાયું છે.આ જાહેરનામું તાત્કાલીક અસરથી તારીખ ૧૭ મે સુધી અમલમાં રહેશે તેમ પણ વધુમાં જણાવાયું છે.

(10:14 am IST)