Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોરબીમાં પાનના નાના ધંધાર્થીઓને વેપાર કરવા છુટ આપવા કલેકટરને રજુઆત

મોરબી,તા.૧૧:  રીટેલર પાનના નાના ધંધાર્થીઓએ કલેકટરને આવેદન પાઠવીને વેપાર શરુ કરવાની પરવાનગી આપવામાં માંગણી કરી છે.

આવેદન પત્રમાં જણાવ્યું છે કે કોરોના મહામારીને પગલે લોકડાઉન નો ત્રીજો તબક્કો અમલી છે અને સરકારે ગ્રીન, ઓરેન્જ અને રેડ ઝોનમાં વિસ્તારોને વહેંચ્યા છે જેમાં મોરબી જીલ્લો ગ્રીન ઝોન જાહેર કરાયો છે અને સરકાર દ્વારા વેપાર ધંધા માટે છૂટછાટ અપાઈ છે ત્યારે રીટેલર પાનના ધંધાર્થીઓને પણ છૂટછાટ આપવામાં આવે અને સરકારની ગાઈડલાઈન તેમજ નિયમોનું ચુસ્ત પાલન કરવા વેપારીઓ તૈયાર છે.

મોરબીમાં પાનની દુકાન અને પાનના ગલ્લા ધરાવતા નાના વેપારીઓ કુટુંબનું ગુજરાન ચલાવી શકવા સક્ષમ નથી અને બે માસથી ધંધા રોજગાર બંધ હોય જેથી આર્થિક રીતે કંગાળ જોવા મળે છે જેથી પાનની દુકાન, ગલ્લા ખોલવા સરકારના નિયમો મુજબ મંજુરી આપવાની માંગ કરી અને નિયમોનું ચુસ્ત પાલન કરવાની બાહેંધરી આપી છે.

(10:13 am IST)