Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોરબીના સિરામિક ઉદ્યોગને ગેસના બીલ ભરવામાં રાહતઃ ૪ હપ્તામાં બીલ ભરી શકાશે

 મોરબી,તા.૧૧: કોરોના મહામારીને પગલે હાલ મોરબીના સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદન ઠપ્પ છે ત્યારે આજે સિરામિક ઉદ્યોગને બીલ ભરવામાં મોટી રાહત આપવામાં આવી છે.

મુખ્યમંત્રીના સચિવ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર ગુજરાત ગેસ કંપની લિમિટેડના ગેસનો વપરાશ કરતા એકમોને ૪ રાહતો આપવામાં આવી છે જેમાં માર્ચ ૨૦૨૦ ના બીજા પખવાડિયામાં જે રકમ ડ્યુ થતી હોય તે રકમ ભરવાની મુદત સુધી વધારવામાં આવી છે ૧૦ મેં ના ડ્યુ થતી રકમ હવે ૨૩ જુન સુધી ભરી શકાશે જેના માટે ૧૫-૧૫ દિવસના ચાર હપ્તા કરી આપવામાં આવ્યા છે તેમજ બીલની મોડી ચુકવણી બદલ અગાઉ ૧૮ ટકા વ્યાજ વસુલાતને બદલે વ્યાજ ૧૦ ટકા કરવામાં આવ્યું છે મોરબીનો સિરામિક ઉદ્યોગ પણ ગુજરાત ગેસ કંપનીના ગેસનો ઉપયોગ કરતુ હોય જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને પણ રાહત મળશે જે અંગે મોરબી સિરામિક એસોના પ્રમુખે ખુશી વ્યકત કરી આભાર વ્યકત કર્યો હતો.

(10:12 am IST)