Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ભાવનગરના તળાજા યાર્ડમાં આજથી મગફળી હરારજીનો પ્રારંભ

મગફ ળીની નિકાસ થાયતોજ ખેડુતોને સારા ભાવ મળે :બજાર નિષ્ણાત

ભાવનગર, તા.૧૧: ભાવનગર જિલ્લાના તળાજા પંથકમાં ત્રણેક હાજર હેકટર માં ઉનાળુ મગફળી નું વાવેતર થયેલ છે. એ ઉપરાંત અમુક ખેડૂતો પાસે શિયાળુ મગફળી પણપડી છે. જેને લઈ આવતીકાલ સોમવારથી તળાજા યાર્ડમાં મગફળીની હરારજી અને વેપારીઓ દ્વારા ખરીદી શરૂ કરવાનો યાર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે.

સેક્રેટરી ભરતભાઇ બારૈયા એ જણાવ્યું હતુંકે સાંજના ૭ થી સવાર ના ૭ વાગ્યા સુધી યાર્ડ માં મગફળી લાવવાની છે. એક ખેડૂતે હાજર રહેવાનું છે.

યાર્ડના પૂર્વ સેક્રેટરી હરજીભાઈ ધાંધલીયા એ જણાવ્યું હતુંકે હાલ મગફળી ની નિકાસ બંધ છે જેની સરકારે છૂટઆપવી જોઈએઙ્ગ જેનાથી ખેડૂતો ને વળતર સારું મળી શકે. સૌરાષ્ટ્ર ભરમાં ઉનાળુ મગફળી નું નોંધપાત્ર વાવેતર ભાવનગર જિલ્લાના શેત્રુંજી કેનાલ કમાન્ડ વિસ્તારમાં થાય છે.

તેલના ડબ્બે ૩૦૦ જેટલા ઘટી શકેઃ વેપારી

તળાજામા વર્ષોજુની હોલસેલ તેલ વેચાણની પેઢી ધરાવતા વિજય રતનઘાયરા એ જણાવ્યું હતુંકે હાલ નિકાસ બંધ હોવાના કારણે ભવિષ્યમાં તેલ ના ભાવ ડબ્બે રૂપિયા ત્રણસો સુધીહાલ કરતા નીચા જાય તેવી શકયતા છે. ખેૂડતો પાસે શિયાળું મગફળી પણ પડી છે.જે બજારમાં આવવાની શકયતા છે.

(10:07 am IST)