Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

મોરબીમાં લેવાયેલા તમામ છ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા : તંત્રને રાહત

રવિવારે એક પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય અને વહીવટી તંત્રમાં ચિંતાનું મોજું

મોરબીમાં શનિવારે લેવાયેલા તમામ છ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જોકે દરમીયાન વાંકાનેરના એક વૃદ્ધને રાજકોટ દાખલ કરવામાં આવ્યા હોય જેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી છે

મોરબીમાં શનિવારે હળવદના ઘનશ્યામપુરના મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેના સેમ્પલ લેવાયા હતા જેના સેમ્પલ લેવાયા હતા તે ઉપરાંત મોરબી સિવિલ હોસ્પિટલમાંથી પાંચ દર્દી સહીત કુલ છ સેમ્પલ લેવાયા હતા જે તમામ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જોકે ગ્રીન ઝોનમાં આવેલો મોરબી જીલ્લામાં રવિવારે એક પોઝીટીવ કેસ નોંધાયો છે જેથી આરોગ્ય અને વહીવટી તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે

(12:01 am IST)