Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

બોટાદ જિલ્લામાં વધુ 3 પોઝિટિવ કેસ:વોરાવાડના બે યુવાન અને એક આધેડને કોરોનાનો ચેપ લાગ્યો

બોટાદ જિલ્લામાં કુલ 55 કેસો છે. જેમાં 16 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરાયા

બોટાદ જિલ્લામાં આજે વધુ 3 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સાથે પોઝિટિવ 3 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. શહેરના વોરાવાડ વિસ્તારમાં 3 કેસ પોઝિટિવ આવ્યા છે. ૧૭ વર્ષનો યુવક, ૨૪ વર્ષના યુવાન અને ૪૭ વર્ષના આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉના પોઝિટિવ દર્દીના પરિવારનો સભ્યોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બોટાદ જિલ્લામાં કુલ 55 કેસો છે. જેમાં 16 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરાયા છે. તેમજ એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે

(9:18 am IST)