Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

મગફળી ગોડાઉનમાં આગ સામે કોંગ્રેસ દ્વારા નગારે ઘા

જુનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટમા ધરણાઃ આવેદન સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો

રાજકોટ તા.૧૧: સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે ખરીદી કરાયેલ મગફળીના ગોડાઉનોમા વારંવાર આગ લાગવાની ઘટનાના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા નગારે ઘા કર્યો છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાના આદેશથી આજે શુક્રવારે સવારે ૧૦ થી ૧ ધરણા તથા બપોરે ૧ વાગ્યે કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે.જેમા રાજકોટની જવાબદારી કુંવરજીભાઇ બાવળીયા, અમરેલી વિરજીભાઇ ઠુંમર, જુનાગઢ જવાહરભાઇ ચાવડા, જામનગરની જવાબદારી પ્રવિણભાઇ મુસડીયાને આપવામાં આવી છે.

અમરેલી-૨૦૧૭ની વિધાન સભાની સામાન્ય ચુંટણી દરમ્યાન ભાજપ તરફથી ખેડુતોના મત લેવા માટે ૯૫૦/- રૂપિયે ખેડુતોની મગફળી ખરીદવાના આપેલ પોકળ વચન પરપોટો ફુટી ગયો છે તેમ જણાવી પ્રદેશ કિસાન સેલના અધ્યક્ષ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઇ ઠુમ્મરે જણાવ્યું છે. કે, ૨૩ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે

 માત્ર ગુલબાગ ફેકવામાં માહીર એવી ભાજપ સરકારે ખેડુતોને બરબાદ કર્યા મધ્યમવર્ગને નાના નોકરીયાત મંજુરી કરી રોજે રોજનું ખાનાર એવા સામાન્ય વર્ગના લોકો ને ભાજપ સરકારે છોડીયા નથી. બહેન દીકરીઓ પણ સલામત નથી શિક્ષણને વેપાર બનાવી દીધો છે હજુ બાકી હોય તેમ શિક્ષકોને પાવડા પકડાવાયા છે.

ખેડુતોની મગફળી જે ખરદી હતી તેમાં ભાજપનો ભષ્ટ્રાચાર ખુલ્લો પડ્યો છે ગોડલના જામનગર ગોડાઉન સળગાવી રાજકોટમાં બારદાન સળગાવી દીધા છેલ્લે શાપરમાં પણ ગોડાઉન સળગાવી દીધા સળગી ગયેલ મગફળમાં નીચે ધુળના ઢગલા થયેલ છે તેજ બતાવે છે કે ભાજપ મગફળીમા ધુળ ભેળવીને ભષ્ટ્રાચાર કર્યા છે અને ખેડુતોને છેતર્યા છે પાંચ મહિના થયા છતા કેટલાય ખેડુતોને મગફળીના પૈસા મળ્યા નથી.

જે એજન્સીઓ મગફળીમાં કમીશનું કામ કર્યુ છે તેમા સહકારી સંસ્થા પણ હોય તો તેની સામે તપાસ કરવામાં અને આ વચેટીયાઓને જેલ હવાલે કરવા માંગણી સાથે ઉપવાસનો કાર્યક્રમ રાખ્યા છે તે કાર્યક્રમમાં મગફળી ઉત્પાદન કરનારા ખેડુતો જોડાશે.

(11:58 am IST)