Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

ભુજઃ હોસ્પીટલમાં તોડસેડના કેસમાં કોંગ્રસી આગેવાનો નો નિર્દોષ છુટકારો

ભુજ, તા.૧૧: કચ્છ જિલ્લાની એક માત્ર સરકારી હોસ્પિટલ અદાણી ગ્રૂપને સોંપાયા બાદ કચ્છી માડુઓને યોગ્ય સારવાર મલી રહે તે માટે કોંગ્રેસી આગેવાનો એ સતત રજૂઆતો અને વિરોધ પ્રદર્શિત કર્યો હતો.દરમ્યાન વર્ષ ૨૦૧૦ માં મેડિકલ કોલેજની માન્યતા મળે તે માટે અદાણી મેડિકલ ગેઇમ્સ દ્વારા બોગસ દર્દીઓ અને વિઝીટીંગ ડોકટરોને લવાયા હતા.તેનો વિરોધ કરતા કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનોની વિરુદ્ઘ જી.કે જનરલ હોસ્પિટલમાં તોડફોડ અંગે પોલીસ કેસ કરાયો હતો.આઠ વર્ષ જુના આ કેસનો ચુકાદો આપતા ભુજ કોર્ટના પ્રથમ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ યુ.એસ. પરમારે આદમ ચાકી,રવિન્દ્ર ત્રવાડી,જગદીશ ઠક્કર,હરિસિંહ રાઠોડ,હેમાંગ જોશી,વિઠ્ઠલગર ગોસ્વામી,અનવર નોડે,કિરણ ઠક્કર,મહેશ જોશી સહિત કુલ ૧૨ જણાને ને નિર્દોષ છોડી મુકવાનો ચુકાદો આપ્યો હતો.આ કેસમાં અવનીશ ઠક્કર,હનીફ ચાકી,અમીરઅલી લોઢીયા, દિનેશ ગોહિલ  દલીલો કરી હતી.

(11:34 am IST)