Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

જસદણના કોઠી ગામે બાકી બીલના રૂપિયા લેવા ગયેલ વિજ કર્મચારી પર હુમલો

રાજકોટ, તા. ૧૧ :. જસદણ તાલુકાના કોઠી ગામે વીજ કંપનીના કર્મચારી ઉપર હુમલો થતા ચકચાર જાગી છે.

જસદણના કોઠી ગામે વીજ કંપનીના કર્મચારી ભાવેશ હસમુખભાઈ જેઠવા ગઈકાલે બહાદુરભાઈ દેવાયતભાઈ બાલાસરાના ઘરે વીજબીલના રૂ. ૪૭૦૦ બાકી હોય તેની વસુલાત માટે ગયા હતા ત્યારે બીલની રકમ આપવાને બદલે તેઓએ ઉશ્કેરાઈ જઈ ભાવેશભાઈ જેઠવાને ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જસદણ પોલીસે વીજ કંપનીના કર્મચારી બી.એચ. જેઠવાની ફરીયાદ ઉપરથી ફરજમાં રૂકાવટ સહિતની કલમોના આધારે ગુન્હો દાખલ કરી વધુ તપાસ પી.એસ.આઈ. જે.બી. અગ્રાવત ચલાવી રહ્યા છે.

(11:28 am IST)