Gujarati News

Gujarati News

News of Wednesday, 10th April 2024

પોરબંદર વિધાનસભા બેઠક ચૂંટણીમાં પ્રચારઃ અર્જુન મોઢવાડિયા એ ઢોલના તાલે ઘોડે સવારી કરીને લોકોની વચ્ચે કરી એન્ટ્રી

ચૂંટણી પ્રચારમાં અલગ અલગ રંગ જોવા મળ્યાઃ અર્જુન મોઢવાડિયા મણિયારો રાસ રમતા-રમાત અને રામ મંદિરમાં ધૂન બોલવતા નજરે આવ્યા

પોરબંદરઃ  પોરબંદર વિધાનસભા બેઠક ચૂંટણીમાં પ્રચાર જોરશોરમાં શરૂ થયો છે. જેમાં ભાજપ દ્વારા અર્જુન મોઢવાડિયા જોરશોરમાંથી શરૂ થયો છે. ગુજરાતમાં રાજ્ય ભાજપ માટે મતદાન મેળવવા માટે ભાજપ ગઢ કહેવામાં આવે છે.

ગુજરાતમાં BJPના દિગ્ગજ નેતાની સાથે લોકસભાના ઉમેદવારો વિવિધ માધ્યમોથી જનસંપર્ક કરી રહ્યા છે.

આજે પોરબંદરમાં વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારમાં અર્જુન મોઢવાડિયાના એક કાર્યક્રમમાં ખૂબ જ અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. અર્જુન મોઢવાડિયા લોકોની વચ્ચે ઢોલના તાલે ઘોડે સવારી કરીને લોકોની વચ્ચે એન્ટ્રી લીધી હતી. આ પહેલા પણ અર્જુન મોઢવાડિયાનો અલગ અંદાજ જોવા મળ્યો હતો.

આ અગાઉ ચૂંટણી પ્રચાર દરમિયાન અર્જુન મોઢવાડિયા મણિયારો રાસ રમતા-રમાત અને રામ મંદિરમાં ધૂન બોલવતા નજરે આવ્યા હતા. જ્યારે આ વખતે અર્જુન મોઢવાડિયા પોરબંદરના બગવદર ગામે રામદેવપીર મહારાજના મંદિરે બારપહોરના પાટોત્સવ કાર્યક્રમમાં ઘોડે સવારી કરી લોકોની વચ્ચે પહોંચ્યા હતા.

(12:41 am IST)