Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

કચ્છના સુથરી ગામેથી શંકાસ્પદ ૧૭ પેકેટો સાથે ત્રણ શખ્સની અટક- ચરસના પેકેટ હોવાની શંકા

દરિયામાંથી મળેલા બિનવારસુ પેકેટ વેંચવાની પેરવી કરે તે પહેલાં જ પશ્ચિમ કચ્છ એસઓજી એ ઝડપ્યા

ભુજ : કચ્છના પશ્ચિમી છેવાડે સુથરી અને તેની આસપાસના ગામોના દરિયા કિનારે અવારનવાર ચરસના બિનવારસુ પેકેટ મળી આવે છે. ડ્રગ પેડલરો દ્વારા કચ્છ અને ગુજરાતના અરબી સમુદ્રનો ઉપયોગ કેફી દ્રવ્યોની હેરફેર માટે વ્યાપક પ્રમાણમાં કરાઈ રહ્યો છે.

તે વચ્ચે આજે પશ્ચિમ કચ્છ એસઓજી એ સુથરી ગામે એક મકાન પર દરોડો પાડી ત્રણ શખ્સો ને ૧૭ શંકાસ્પદ પેકેટ સાથે ઝડપી પાડયા છે. પ્લાસ્ટિકના કાળા પેકેટ માં વિંટળાયેલા આ પેકેટ ચરસના હોવાની આશંકા છે. પોલીસે ચકાસણી માટે એફએસએલ માં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ માછીમારી નું કામ કરતા સૂથરીના શખ્સને દરિયામાંથી આ બિનવારસુ પેકેટ મળ્યા હતા. જેને પોતાને ઘેર લાવ્યા બાદ અન્ય બે મિત્રો સાથે મળી વેચવાની પેરવી હાથ ધરી હતી. પણ, તે પૂર્વે જ વેંચવાં અંગે બાતમી મળતાં પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે આ ૧૭ પેકેટ સાથે ૩ શખ્સોને રાઉન્ડ અપ કરી પૂછપરછ સાથે સઘન તપાસ હાથ ધરી છે.

(10:20 pm IST)
  • તેલંગણાની વીમા તબીબી સેવા અને રાજ્ય કર્મચારી વીમા વિભાગ સાથે સંકળાયેલા રૂ. 200 કરોડના કૌભાંડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે હૈદરાબાદમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન આશરે 3 કરોડની રોકડ, આશરે 1 કરોડની કિંમતના ઝવેરાત, કોરા ચેક, પ્રોપર્ટી ડોક્યુમેન્ટ્સ અને બેંકોના ઘણા લોકરો મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. આ દરોડા એક પૂર્વ પ્રધાન અને તેના અંગત સહાયકના સબંધીઓ પર પણ પાડવામાં આવ્યા હતા. access_time 11:56 pm IST

  • લોકડાઉનના ડરના કારણે સૌરાષ્ટ્રવાસીઓ અને પરપ્રાંતીયોએ સુરતથી પોતાના વતન તરફ દોટ મૂકી access_time 4:51 pm IST

  • ગીર સોમનાથના ઊનામાં મંગળવારથી રવિવાર સુધી સ્વૈચ્છિક લૉકડાઉનનો નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સે કર્યો નિર્ણય : માત્ર દવા, દુધની દુકાનો રહેશે ખુલ્લી access_time 12:52 am IST