Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

સૌરાષ્ટ્ર - કચ્છના કુખ્યાત ચીટર અબ્દુલ બજાણીયાની ભુજ પોલીસે કરી પાસા હેઠળ ધરપકડ

સસ્તા સોનાનો સોદાગર સળીયા પાછળ ધકેલાયો

ભુજ તા. ૧૧ : સસ્તા સોનાના નામે સૌરાષ્ટ્ર કચ્છના અનેક લોકોને શીશામાં ઉતારનાર ભુજના કુખ્યાત ચીટર અબ્દુલ બજાણીયા સામે પોલીસે કડકઙ્ગ કાર્યવાહી હાથ ધરી હતી. ઘણા લાંબા સમયથી પશ્ચિમ કચ્છ જીલ્લામાં તથા ગુજરાત રાજય તથા અને રાજય બહારના ભલા-ભોળા વ્યકિતઓને સસ્તા ભાવમાં સોનુ આપવાની લાલચ આપી લાખો રૂપીયાની ઠગાઇ કરતા ગુનેગારોની ગેરકાયદેસર પ્રવૃતિ પર રોક લાગે તે માટે ડી.બી.વાઘેલા, આઇ.જી.પી. બોર્ડર રેન્જ તથા સેોરભ તોલંબીયા પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છની સુચના તથા માર્ગદર્શન હેઠળ ચીંટીગના ગુનાઓ આચરનાર કુખ્યાત ચીટર અબ્દુલ કાસમ બજાણીયા (ઉ.વ.૪૬, રહે.એરપોર્ટ રોડ ગાંધીનગરી ભુજ) વિરૂધ્ધ પાસા કાર્યવાહી હાથ ધરાઈ હતી.  અબ્દુલ બજાણીયા વિરૂદ્ઘ પશ્ચિમ કચ્છના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ચીંટીગના અનેક ગુનાઓ દાખલ થયેલ હોઇ તેની વિરૂધ્ધ પોલીસ દ્વારા કરાયેલીઙ્ગ પાસા હેઠળ અટકાયત કરવાની કાર્યવાહીને જિલ્લા કલેકટરે ગ્રાહ્ય રાખીને તેની ધરપકડ કરવાનું વોરંટ ઇશ્યુ કર્યું હતું. જે અન્વયે આજરોજ એલ.સી.બી., પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફ દ્વારા અબ્દુલ બજાણીયાની પાસા ના વોરંટ હેઠળ અટકાયત કરાયેલ છે, તેમજ ચીટર અબ્દુલ બજાણીયાને સુરત (લાજપોર) ખાસ જેલ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

(11:52 am IST)