Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ધોરાજીની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરોની નિમણુંકો કરાતી નથી : સારવારના અદ્યતન સાધનો ધૂળ ખાય છે

ધોરાજી તા.૧૧ : સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરોની નિમણુંક કરવામાં આવતી નથી. શહેર અને જામકંડોરણા સહિતના ગ્રામ્ય વિસ્તારો માટે આશિર્વાદ સમાજ ધોરાજીની સરકારી હોસ્પિટલમાં નિષ્ણાંત ડોકટરો ન હોવાથી આવી મંદી અને દુષ્કાળની પરિસ્થિતિમાં લોકોને નછુટકે ખાનગી દવાખાનાઓમાં જવુ પડે છે. ગાયનેક ડોકટર હતા ત્યારે ૧ મહિનામાં ૧૦૦ ડીલીવરી થયેલ હવે ગાયનેક નથી.

એમ.એસ.સર્જન, એમડી સ્ત્રીરોગ નિષ્ણાંત, ઓર્થોપેડીક, આંખના ડોકટર, કાન નાક ગળાના ડોકટર, દાંતના ડોકટર, પેથોલોજીસ્ટ અને રેડીયોલોજીસ્ટ ડોકટર હતા ત્યારે સોનોગ્રાફી થતી હતી હવે એ પણ બંધ છે અને લાખો રૂપિયાના કિંમતી સોનોગ્રાફી મશીન પડતર છે. નિષ્ણાંત તબીબ તો ઠીક એમબીબીએસ ડોકટર અને અધુરામાં ધોરાજીના ડોકટરોને અન્ય ગામોમાં ડેપ્યેરેશન મોકલવામાં આવે છે. ધોરાજીની સરકારી હોસ્પિટલમાં જયાં સુધી નિષ્ણાંત ડોકટરોની નિમણુંક ન થાય ત્યાં સુધી માનવતાના ધોરણે રાજકોટ જૂનાગઢની હોસ્પિટલોમાંથી નિષ્ણાંત ડોકટરોને ડેપ્યુટેશન મોકલવા માંગણી ઉઠી છે.

ગરીબ દર્દીઓને ઘર આંગણે મેડીકલ સુવિધાઓ મળે અને ઓપરેશન સહિતની સુવિધાઓ ચાલુ થાય આ અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્રભાઇ બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ આ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ છે.

(11:49 am IST)