Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પગ લપસી જતાં લોહાણા યુવતી વીસ કુટના કુવામાં પડી

કલ્યાણપુર ગામે વાડી વિસ્તારમાં બચાવવા ગયેલ પિતા તથા અન્ય વ્યકિત પણ ફસાતાં દ્વારકા ફાયર સ્ટાફે ત્રણેયને સુરક્ષિત બહાર કાઢયા

દ્વારકા તા.૧૧: તાલુકાના કલ્યાણપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા લોહાણા હેમન્તભાઇ પરમાણીની વીસ વર્ષીય પુત્રી સવારે ૭:૩૦ કલાક આસપાસ લીમડાનું દાતણ તોડવા જતાં અકસ્માતે લપસી જતાં ૧૦૦ ફુટ ઊંડા કુવામાં ખાબકી હતી.

જેને બચાવવા જતાં તેના પિતા તથા અન્ય એક યુવક પણ ફસાયા હતા. જે અંગેની જાણ દ્વારકા નગરપાલીકાના ફાયર અને રેસ્કયુ વિભાગને કરાતા ફાયર સ્ટાફના પ્રવિણ કાપડી, જીતેન્દ્ર કારડીયા, અજય સવાણી તથા વિધાભા કેર દ્વારા ત્રણેયને સલામત રીતે બહાર કાઢી ત્રણેયનો જીવ બચાવેલ.

(11:47 am IST)