Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભુજ કોર્ટ પરિસરમાં સોની વૃદ્ઘનો એસીડ પી આત્મહત્યાનો પ્રયાસ

ભુજ, તા.૧૧:  કોર્ટ પરિસરમાં એક સોની વૃદ્ઘે એસીડ પી આત્મહત્યાનો પ્રયાસ કરતા દોડધામ મચી જવા પામી હતી. જોકે, આ ઘટના બાદ તુરત જ ૧૦૮ને જાણ કરતા તે વૃદ્ઘને અદાણી જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જયાં તેઓ સારવાર હેઠળ છે.

આપઘાતનો પ્રયાસ કરનાર વૃદ્ઘનું નામ ઇશ્વરલાલ નેણશી બારમેડા છે. તેમની ઉંમર ૬૬ વર્ષની છે અને ઓધવ ઈશ્વર નગર માધાપર (ભુજ) મધ્યે રહે છે. જોકે, આપઘાતના પ્રયાસનું કારણ જાણવા મળ્યું નથી. દરમ્યાન તેમના પુત્ર પ્રશાંત બારમેડાના જણાવ્યા પ્રમાણે તેના પિતા ઈશ્વરભાઈ બારમેડા કોઈ કામસર કોર્ટમાં ગયા હતા. પણ, તેમણે એસીડ શા માટે પીધું? તે અંગે તેને કોઈ જાણકારી નથી. આ દ્યટનાની વધુ તપાસ ભુજએ ડિવિઝન પોલીસ કરી રહી છે.

(11:34 am IST)