Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

જામકંડોરણામાં પાણી પ્રશ્ને મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી સામે છાજીયા લીધા

(ફોટા નીચે :  જામકંડોરણામાં પાણીના પ્રશ્ન. મહિલાઓએ જામકંડોરણા ગ્રામ પંચાયત કચેરીએ છાજીયા લઇ ઉગ્ર રજુઆત કરી હતી (તસ્વીર મનસુખ બાલધા)

જામકંડોરણા તા ૧૧ :  ઇન્દીરા નગર દેવીપૂજક વિસ્તારની મહિલાઓએ  પીવાના પાણી પ્રશ્ને જામકંડોરણા ગ્રામપંચાયત કચેરીએ જઇ ઉગ્ર માંગ સાથે છાજીયા લીધા હતા, અને ગ્રામ પંચાયતને લેખિતમાં જણાવેલ કે, ઇન્દીરાનગરમાં દેવીપૂજક વિસ્તારમાં પંદર દિવસથી પીવાનું પાણી આપવામાં આવતું નથી.,તેમજ પાણીના નવા કનેકશનો માટે એક વર્ષથી કનેકશનના ચાર્જના પૈસા ભરેલ હોવા છતાં નવા કનેકશન આપવામાં આવતા નથી, ઉનાળાનો સમય હોય, આ મજુરી કરતા વિસ્તાર પ્રત્યે કિન્નાખોરી રાખવામાં આવે છે, જેથી તાત્કાલીક આ પ્રશ્નનો નિકાલ કરવાની માંગ કરેલ છે, આ મહિલાઓઅ ેબાદમાં જામકંડોરણા તાલુકા પંચાયત કચેરીએ તાલુકા વિકાસ અધિકારીને પણ આ પાણીના પ્રશ્ને ઉગ્ર રજુઆત કરી હતી.

(11:33 am IST)