Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ફડસર ગામે સપ્તાહમાં કૃષ્ણ જન્મની ઉજવણીઃ આમરણઃ

આમરણ પાસેના ફડસર ગામે સમસ્ત આહિર બોરીચા સમાજ શ્રી રામજી મંદિર જગ્યાના લાભાર્થે ચાલી રહેલ શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં આજે સાંજે શ્રી  કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાસ્ત્રીજી અશોકભાઇ જોષી (ધુનડા વાળા) સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે. બહોળી સંખ્યામાં લોકો કથાશ્રવણનો લાભ લઇ રહ્યા છે. પુર્ણાહુતિ તા.૧૩મીના રોજ થશે. તસ્વીરમાં કૃષ્ણ જન્મોત્સવમાં ઉપસ્થિત લોકો નજરે પડે છે. (તસ્વીરઃ મહેશ પંડયા)

(11:31 am IST)