Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ચોટીલાના મોલડી પાસે લાખોના દારૂ પ્રકરણમાં ૩ શખ્સોના રિમાન્ડ નામંજુર

વઢવાણ, તા. ૧૧ :. ચોટીલાના મોટા મોલડી પાસે રાજસ્થાનથી પ્લાસ્ટિક પાવડરની આડમાં લવાતા દારૂના જથ્થાનો આર.આર. સેલની ટીમે પર્દાફાશ કર્યો હતો. જેમા રૂ. ૨૩.૨૫ લાખના દારૂ અને વાહનો સહિતના રૂ. ૪૬ લાખના મુદ્દામાલ સાથે ૧૧ શખ્સો ઝડપાયા હતા.

જેમા દારૂ ભરેલા ટ્રકનું પીકઅપ વાનમાં પાયલોટીંગ કરનાર કાબરણના બહાદુરભાઈ રત્નાભાઈ ડાભી અને દારૂનો જથ્થો લેવા આવનાર બોટાદના નાગરાજભાઈ નાજભાઈ ધાંધલ અને રણજીતભાઈ ગભરૂભાઈ ખાચરે જામીન પર મુકત થવા કોર્ટમાં અરજી કરી હતી.

આ અરજીની સુનાવણી ચાલતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એન.પી. સભાણીએ દલીલો કરી હતી. આથી સેશન્સ જજ આઈ.ડી. પટેલે ત્રણેય અરજદારોની જામીન અરજી નામંજુર કરી હતી.(૨-૯)

(12:48 pm IST)