Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સિંહો-દિપડાનાં વસવાટવાળા જુનાગઢના કરિયા પાસેના જંગલમાં આગથી ૪૦૦ વિઘા રેવન્યુ વિસ્તાર ખાખ

સદનશીબે ૪ સિંહ અને ૧૦ દિપડા સહિત વન્ય પ્રાણીઓ સલામત

જૂનાગઢ તા. ૧૧ :.. સિંહો અને દિપડાનાં વસવાટવાળા કરિયા પાસેનાં ગીરનાર જંગલમાં આગથી ૪૦૦ વીઘા રેવન્યુ વિસ્તાર ખાખ થઇ ગયો હતો.

જુનાગઢ જિલ્લાનાં ભેંસાણ તાલુકાના કરિયા ગામ પાસે ઉતર ડુંગર રોજ હેઠળનાં  ગીરનાર જંગલને અડીને રેવન્યુ વિસ્તાર આવેલ છે.

અહીં ગઇકાલે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે ૪૦૦ વિઘા રેવન્યુ વિસ્તાર આગની લપેટમાં આવી ગયો હતો.

આ વિસ્તારમાં ૪ સિંહ અને ૧૦ દિપડાનો કાયમી વસવાટ છે જો કે, આ વન્ય પ્રાણીઓને  આગની કોઇ અસર થઇ ન હતી.

આગને બુઝાવવા માટે વન વિભાગના  રપ થી ૩૦ મજૂરોને કામે લગાડવામાં આવ્યા હતાં. અથાગ જહેમતના અંતે સાંજે ૭ વાગ્યે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી હતી.

આગ લાગવા પાછળનું ચોકકસ કારણ બહાર આવ્યુ નથી પરંતુ આગથી  ૪૦૦ વિઘા રેવન્યુ વિસ્તારમાં ઘાસ અને વૃક્ષો ખાખ થઇ ગયા હતાં.

(11:44 am IST)