Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કુતિયાણા પાલિકા પ્રમુખ ઢેલીબેન દ્વારા પાણી આરોગ્ય તથા રોડ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆત

કુતિયાણા તા.૧૧: ખેતીવાડી તથા પશુપાલન આધારિત કૃતિયાણા શહેરમા કોઇ ઉદ્યોગ નથી. તેમજ કોઇ મોટો ઉદ્યોગ સ્થાપવા તેમજ કુતિયાણાના શહેરીજનોને પીવાના પાણી માટે પડતી મુશ્કેલીઓ માટે ઇશ્વરીયા કાલિન્દ્ર ડેમના અંદરના ભાગ પાંચથી છ બોર તથા સાધન સામગ્રીની માંગણી કરવામા આવેલ છે.

કુતિયાણા શહેર તથા આસપાસના ગામડાઓના લોકો માટે આરોગ્ય સ્વાસ્થય માટે કુતિયાણા સરકારી હોસ્પિટલમા સ્ટાફની અપુરતી સંખ્યા બાબતે ૩-ડોકટરો તથા ફાર્માશિસ્ટ, હેડકલાર્ક તથા સીનીયર કલાર્ક તેમજ લાંબા સમયથી અધિક્ષકની ભરતી થઇ નથી તે ભરાવા બાબતે તથા શહેરથી ખેડૂતોને પોતાના ખેતરોમા જવા માટે ચોમાસા દરમ્યમન પડતી મુશ્કેલીરૂપ સુમાર વોકળા પર પુલ બાંધવા માટે ગ્રાન્ટ મંજુર કરાવવા તેમજ નયડ વિસ્તારમા ભાદર નદીના ભારે પુર આવતા નીચડ વિસ્તારમા ખેડૂતોને રસ્તાનો ગંભીર પ્રશ્ન છે.  તે દૂર કરવા સી.સી.રોડ મંજુર કરવા તેમજ કુતિયાણા શહેરીજનોને બીજ તેમજ નગરપાલિકા કચેરી, ગેસ ગોડાઉન તથા ફરવાલાયક બગીચામાં જવા માટે સરકારી દવાખાનાથી પસવારી રોડને જોડતો રસ્તો જે હાલમા ધુળિયો રસ્તો છે.  તે સી.સી.રોડ બનાવી તેમજ રોડના કિનારે વિજપોલ ઉભા કરી સ્ટ્રીટલાઇટ નાખવા માટે અને કુતિયાણા શહેર તથા ગ્રામ્ય પશુપાલકોને પોતાના પશુઓની સારવાર માટે કુતિયાણા શહેરમાં  અદ્યતન પુશ હોસ્પિટલ બનાવવા લેખિત રજુઆત જિલ્લા પ્રભારી કુમારભાઇ કાનાણીની હાજરીમાં  મળેલ મીટીંગમાં પાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરાએ કરી હતી.

(11:40 am IST)