Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

પ્રભાસપાટણ દરિયાકિનારે દારૂનું વેચાણ બંધ કરવા માંગણી

પ્રભાસપાટણ તા. ૧૦ : પ્રભાસપાટણ સોમનાથ મંદિરની નજીક દરિયાકિનારે અને મરીન પોલીસ ચોકીને અડીને આવેલ ગધેડા ગલીમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતા રોષ ફેલાયો છે.

પ્રભાસપાટણ શહેરના ૮૦ ટકા લોકો મજૂર વર્ગના છે અને તેમનું ગુજરાન મજૂરી કરીને ચલાવે છે પરંતુ અમુક લોકો તેમના કાળી મજૂરીના પૈસા આવા દારૂ પીવાના વ્યસનોમાં વાપરે છે અને તેનો પરિવાર બરબાદ થઇ જાય છે.

પ્રભાસપાટણમાં અગાઉના સમયમાં લઠ્ઠા કાંડ પણ થયેલ છે અને અનેક લોકોએ જીવ ગુમાવેલ હતો અને બચેલા લોકો જીંદગીભર અંધ હાલતમાં હતા તો લોકોની માંગણી છે કે આવા પવિત્ર યાત્રાધામની બાજુમાં વેચાતો ખુલ્લેઆમ દારૂ બંધ કરવા માંગણી કરવામાં આવી છે.

(11:29 am IST)