Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

હળવદના ટીકર ગામે બે અલગ અલગ જગ્યાએથી જામગરી બંદૂક સાથે બે શખ્શોને એસઓજીએ ઝડપ્યા

એક જ ગામમાં બે દેશી જામગરી બંદુક મળી આવતા પોલીસની કામગીરી સામે સવાલ

મોરબી એસ.ઓ.જી ટીમે હળવદ તાલુકાના ટિકર ગામે બે અલગ અલગ જગ્યાએથી જામગરી બંદૂક સાથે બે શખ્સોને પકડી પાડ્યા હતા.

બનાવની મળતી વિગત મુજબ મોરબ જીલ્લા પોલીસ વડા ડો.કરણરાજ વાઘેલાની સુચનાથી એસ.ઓ.જીના પી.આઈ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના ધર્મન્દ્ર વાધડીયા અને ભરતસિંહ ડાભી સહિતનો સ્ટાફ હળવદ પથકમાં પેટ્રોલીગમાં હતો ત્યારે મળેલી બાતમની આધરે ટીકર ગામના કાધી ગામ જવાના રસ્તેથી ગોરધનભાઇ મોહનભાઈ રાણેવાડીયા ને જામગરી દેશી બંદુક કીમત રૂપિયા ૧૫૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યોં છે તો એસ.ઓ.જી ની બીજી ટીમન સમય સતીશ ગરચર અને રમેશભાઈ રબારી સહિતની ટીમ ને બાતમી મળી હતી કે ટીકર થી મિયાની તરફ જવાના રસ્તેથી શોકતઅલી ઉર્ફે ટકી તાજમહમદ જેડા બન્નેને જામગરી બંદૂક કીમત રૂપિયા ૧૫૦૦ સાથે ઝડપી લઇ બને વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોધવામાં આવ્યો છે તો આ કામગીરી દરમિયાન કિશોરભાઈ મકવાણા અને સદીપભાઈ માવલા સહિતનો સ્ટાફ સામેલ હતો ત્યારે હળવદ પોલીસ મથકના એક જ ગામના વિસ્તારમાંથી બે દેશી જામગરી બંદુક મળી આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે

(1:08 am IST)