Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોરબીમા પીપળી રોડ ઉપર સીરામીકના કારખાનામા ઓઇલની મશીનરીમાં આગ

આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું તારણ

 

મોરબીમા પીપળી રોડ ઉપર સી.એન.જી પંપ સામે આવેલા સ્કાયસન સીરામીક કારખાનામા ઓઇલની મશીનરીમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી . આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. જે અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગના કાર્તિકભાઈ ભટ્ટ, પ્રીતેશભાઈ નગવાડિયા અને વિજયભાઈ પંડ્યાએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મળવી લીધો હતો .

(1:06 am IST)