Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોરબીના લીલાપર ગામે ભાઈની પત્ની સામે જોતા ત્રણ શખ્સોને ઠપકો આપતા યુવાન પર છરીથી હુમલો

 

મોરબી તાલુકાના લીલાપર ગામે ત્રણ શખ્સોએ વચ્ચે બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોચ્યો હતો જે મામલે બંને પક્ષોએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે

મળતી વિગત મુજબ મોરબીના લીલાપર ગામે આવેલ મનોજભાઈ પટેલના ભંગારના ડેલામાં રહેતા ખેલસીંગભાઈ દીતુંભાઈ દેવડાએ આરોપી કનીયાભાઈ આદિવાસી અને ધનિયાભાઈ આદિવાસી સાથે નાની મજાક કરતા આરોપી કનીયાભાઈ આદિવાસીને સારું નહિ લાગતા ફરિયાદી ખેલસિંગભાઈ સાથે બોલાચાલી કરતા તેનું ઉપરામણું લઇ આરોપી અનકાભાઈ માવડા આદિવાસીએ ફરિયાદી સાથે ઝધડો કરી આરોપી અનકાભાઈ માવડાએ પથ્થરનો છુટો ઘા મારતા ફરિયાદી ખેલસિંગભાઈને હોઠ પર લાગેલ અને આરોપી કનીયાભાઈ આદિવાસી અને ધનીયાભાઈ આદિવાસીએ ફરિયાદીને ગાળો આપી માર માર્યો હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

તો સામાપક્ષે અનકભાઈ ઉર્ફે હેમંતભાઈ માવડાએ ફરિયાદ નોધાવી છે કે તેના ફઇના દીકરા કનીયાની પત્ની ચંપા સામું આરોપી ખેલસિંગ દીતુભાઈ દેવકા અને મેરસિંગ દીતુભાઈ દેવકા સામું જોતા હોય તે બાબતે ઠપકો આપવા જતા કામના આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી આરોપી ખેલસિંગએ નાના ચપ્પુ વતી ફરિયાદીને ખંભા તથા વાંસામાં ચપ્પુનો ઘા મારી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી .

(1:05 am IST)