Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોરબીના જેતપર રોડ પર સિરામિક એકમમાં કામ કરતા યુવકનું અક્સમાતે પડી જતા મોત

લોખંડની પ્લેટ લસરતા તિલકરામ પાસવાન ગંભીર ઇજા થતા મૃત્યુ

મોરબીના જેતપર રોડ પર આવેલ સિરામિક એકમમાં કામ કરતી વેળાએ લોખંડની પ્લેટ લસરતા યુવાન લપસી જતા તેને ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના જેતપર રોડ પર આવેલ લાઈટ સીટી સિરામિક એકમમાં કામ કરતી વખતે અકસ્માતે લોખંડની પ્લેટ લસરતા તિલકરામ પાસવાન પડી જતા તેને ગંભીર ઈજાઓ પહોચી હતી જેથી તેને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:03 am IST)