Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોરબીના કેરાળા હરીપર ગામે યુવતી ઘરે પ્રાઈમસ સળગાવતા દાઝી જતા કરૂણમોત

તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી તાલુકાના કેરાળા હરીપર ગામે યુવતી ઘરે પ્રાઈમસ સળગાવતા દાઝી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકાના કેરાળા હરીપર ગામે રહેતા કાજલબેન દલસુખભાઈ સોલંકી પોતાના ઘરે પ્રાઈમસ સળગાવતા દાઝી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જેથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:02 am IST)