Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ટંકારાની લતીપર ચોકડી પાસે પૈસાની લેતીદેતી મામલે પિતા-પુત્રને જાનથી મારી નાખવા ધમકી

યુવાને ઝાપટ મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

 

ટંકારાની લતીપર ચોકડીએ પૈસાની લેતીદેતી મામલે યુવાનને ઝાપટ મારી પિતા-પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ મોરબીના આલાપ રોડ પર આવેલ પટેલનગરમાં રહેતા નંદલાલભાઈ ગણેશભાઈ ધોડાસરાના દીકરા વિકાસ પાસે પ્રશાંતભાઈ વાઘેલા (રહે-રાજકોટ)ને રૂપિયાની લેતીદેતી હોય જેના કારણે વાતચીત કરવા ફરિયાદી નંદલાલભાઈને ટંકારા બોલાવી તમારા દીકરા વિકાસ પાસે રૂપિયા લેવાના છે.તેનું શું કરવું છુ તેમ કહી ગાળો આપી બે ઝાપટ મારી ફરિયાદી નંદલાલભાઈ તથા તેના દીકરા વિકાસને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાઈ છે.

(1:00 am IST)