Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

હળવદમાં હાઈસ્કૂલ પાછળ ખુલ્લા મેદાનમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓ ઝડપાયા

 

હળવદમાં આવેલ રાજોધરજી હાઇસ્કુલની પાછળના ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલા ચાર શખ્સોને હળવદ પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા હળવદ પી.આઈ. સંદિપ ખાંભલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડના દેવેન્દ્રસિંહ ઝાલા, યોગેશદાન ગઢવી સહિતનાઓ શહેરમાં પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજો ધરજી હાઇસ્કૂલની પાછળના ખુલ્લા મેદાનમાં ગંજી પાનાનો જુગાર રમી રહેલા વિજયભાઈ દલવાડી, જીતેન્દ્રભાઈ રાજપૂત, સોહિલભાઈ લોલાડીયા, મુઝીબભાઈ લોલાડીયા (રહે. બધા હળવદ ને રોકડા રૂપિયા ૭૪૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:56 am IST)