Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

હળવદના સુંદરગઢ ગામે બાઈક અથડાવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી : પાઇપ -ધોકાથી મારામારી

હળવદ પોલીસ મથકમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે સામસામે બાઇક અથડાવાની બાબતનું મનદુઃખ રાખીને બે જૂથ વચ્ચે લોખંડના પાઇપ, ધોકા વડે મારામારી થઇ હતી જે મામલે હળવદ પોલીસ મથકમાં બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે

મળતી વિગત મુજબ હળવદ તાલુકાના નવા સુંદરગઢ ગામે રહેતા વિપુલભાઈ મેરાભાઇ ચરમારી બે દિવસ પહેલા સુંદરગઢ ગામે રામજી મંદિર ચોક પાસેથી બાઇક લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી નવઘણભાઈ ખંભાડીયાના બાઈક સાથે અથડાયું હતું જે બાબતનો ખાર રાખીને નવઘણભાઈ ખાંભડીયા, પ્રવીણભાઈ ઇશ્વરભાઇ, બહાદુરભાઇ અવચરભાઇ, દિનેશભાઈ બાલાભાઈ ખાંભડીયા,વજુભાઈ બહાદુરભાઈ, રામીબેન વજુભાઈ ખાંભડીયા, ધર્મેન્દ્રભાઈ બહાદુરભાઇ, વાઘજીભાઈ બાલાભાઈ ખાંભડીયા, નવઘણભાઈ ખંભાડીયાના પત્ની, બળદેવભાઈ ભુપતભાઈ ખાંભડીયા, માનસંગભાઈ રામસિંગભાઈ ખાંભડીયા, ભુપતભાઈ બાલાભાઈ અને તેના પત્ની તેમજ પ્રવીણભાઈના પત્ની અને જયદેવભાઈ નવઘણભાઈએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા, પાવડાના હાથા જેવા હથિયારો ધારણ કરીને વિપુલભાઈને માથાના કમરના ભાગે તેમજ શરીરના ભાગે માર માર્યો હતો તેમજ સાહેદ જેરામભાઈ, સવિતાબેન અને કુકાભાઇ ગોરધનભાઇને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હે મામલે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

તો સામાપક્ષેથી નવઘણભાઈ અવચરભાઇ ખાંભડીયાએ વિપુલભાઈ મેરાભાઈ, રાહુલભાઈ મેરાભાઈ, જેરામભાઈ મેરાભાઈ, મેરાભાઈ કમાભાઈ, કુકાભાઈ ગોરધનભાઈ અને સવિતાબેન મેરાભાઇ સામે ફરિયાદ નોંધવી હતી કે બાઇક અથડાવાની બાબતનો ખાર રાખીને આરોપીઓએ ધોકા જેવા હથિયારો ધારણ કરીને મધુબેન, બળદેવભાઈ, વજુભાઈ, ભુપતભાઈ, બહાદુરભાઇ, વાઘજીભાઇ સહિતનાઓને માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્તોને મોરબી તેમજ હળવદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે મામલે હળવદ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

(12:55 am IST)