Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોરબીના પ્રેમજીનગર ગામે વીજલાઇટ મામલે આધેડને માર માર્યો: ધમકી દીધી

લંગરિયાથી જી.ઈ.બી.ની લાઈટ વાપરે છે તેવી અરજી કરશ કહીને બબાલ

મોરબીના તાલુકાના પ્રેમજીનગર ગામે જી.ઈ.બી.ની લાઈટ લંગરિયાથી વાપરેથી તે બાબતે બોલાચાલી થતા ત્રણ શખ્સોએ આધેડને માર માર્યી પતિ-પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે.

 મળતી વિગત મુજબ મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા રમેશભાઈ ઉગાભાઇ મૂછડીયાને આરોપી વેલજીભાઈ નથુભાઈ શેખવાએ કહેલ કે તું ગામના માણસો લંગરિયાથી જી.ઈ.બી.ની લાઈટ વાપરે છે તેવી અરજી કરેશ જેથી ફરિયાદી રમેશભાઈએ ના કહેતા આરોપી વેલજીભાઈ શેખવાએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી તે વખતે ત્યાં હાજર રહેલ આરોપી વેલજીભાઈના બંને દીકરા જયેશ અને ગુલાબએ પણ ગાળો આપી કપાળના ભાગે ઈજા કરી રમેશભાઈ અંતે તેની પત્નીને મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે

(12:56 am IST)