Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોરબીમાં ધોરણ-10ની ગણિતની પરીક્ષામાં પ્રથમ કોપી કેસ નોંધાયો

વીસી હાઈસ્કૂલમાં એક વિદ્યાર્થીને કોપી કરતા સુપરવાઈઝરે ઝડપી લીધો

 

મોરબી : હાલ સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે જેમાં મોરબી જિલ્લામાં ધો.૧૦ , ૧૨ ની બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ માં ગણિત વિષયની પરીક્ષામાં પ્રથમ કોપીકેસ નોંધાયો છે.જેમાં મોરબીની વીસી હાઇસ્કૂલમાં ધો.૧૦ ની પરીક્ષામાં એક વિધાર્થીને કોપી કરતા સુપરવાઈઝરે ઝડપી લીધો હતો. બોર્ડની પરીક્ષામાં વાત કરીએ તો પ્રથમ કોપીકેસ નોંધાયો હતો

(12:50 am IST)