Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોરબીના દંપતીને વિરમગામ નજીક નડ્યો ગંભીર અકસ્માત: પતિ-પત્ની બંનેના મોત

મોરબીથી અમદાવાદ હોસ્પિટલના કામે જતા લોરિયા દંપતીને કાળ ભરખી ગયો

 

મોરબીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના કામ અર્થે જઈ રહેલા લોરીયા દંપતીને વિરમગામ પાસે અકસ્માત નડતા દંપતીનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની જાણ થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

 મળતી માહિતી મુજબ મૂળ માળિયાના વેજલપર ગામના વતની અને હાલમાં મોરબીની અવની ચોકડી નજીક આવેલ શ્યામ પાર્કમાં રહેતા નિવૃત આરએફઓ ધરમશીભાઈ મધુભાઈ લોરીયા (ઉ.૬૫) અને તેમના પત્ની જોત્સનાબેન ધરમશીભાઈ લોરીયા (ઉ.૬૦) સવારે મોરબીથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દવાખાનાના કામથી જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેઓની કાર નં જી જે ૩૬ એફ ૭૦૩ નો વિરમગામ પાસે અકસ્માત સર્જાયો હતો અને તેઓની કાર પલટી મારીને રોડ સાઈડના નાલામાં પડી ગઇ હતી આ બનાવમાં ધરમશીભાઇ લોરીયા અને જોત્સનાબેન લોરીયાનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.બનાવની જાણ થતા પરિવારના શોક વ્યાપી ગયો હતો

(12:51 am IST)