Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

મોડીરાત્રે જામનગરના હાલાર હાઉસ નજીક ફાયરીંગ!: બે શખ્શો હવામાં ગોળીબાર કરી ફરાર: પોલીસ કાફલો દોડ્યો

થાનિક લોકોનું ટોળું સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દોડી ગયુ

જામનગર શહેરના હાલાર હાઉસ નજીક મોડી રાત્રે ફાયરિંગ થયાની ચર્ચા સાથે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. બે શખ્સો હવામાં ફાયરીંગ કરી ફરાર થયા હોવાની ચર્ચાઓ સાથે સ્થાનિક લોકોનું ટોળું સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દોડી ગયુ હતું. ઘટનાક્રમ બાદ સીટી બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. જલુ સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. અને તપાસ હાથ ધરી છે. જો કે, ફાયરીંગ થયું છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.(તસવીરો:કિંજલ કારસરીયા,જામનગર

(11:37 pm IST)