Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જામકંડોરણાના સાજડીયારીના લોક ડાયરામા મંત્રી જયેશ રાદડિયા પર રૂપિયાનો વરસાદ

ગાયોના લાભાર્થે અલ્પા પટેલ, બ્રીજદાન ગઢવીના ડાયરામાં રાદડિયા અને દૂધ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા પર રૂપિયાનો વરસાદ

 

રાજકોટ જિલ્લાના જામકંડોરણાના સાજડીયારી ગામે યોજાયેલ લોકડાયરામાં મંત્રી જયેશભાઇ રાદડિયા પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો  ગાયોના લાભાર્થે યોજેલા ડાયરામાં લોકોએ  રૂપિયાનો વરસાદ  કર્યો હતો. ડાયરામાં ઉપસ્થિત કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાપર પણ રૂપિયાનો વરસાદ થયો હતો. લોક ગાયક અલ્પાબેન પટેલ અને બ્રીજ્દાન ગઢવીએ ભજનોની રમજટ બોલાવી હતી

 

એક વર્ષમાં પોતાના વિસ્તારમાં ચોથીવાર રૂપિયાનો વરસાદ થયો હતો. ગાયોના લાભાર્થે રાખવામાં આવેલા ભવ્ય લોક ડાયરામાં રૂપિયાનો લોકોએ વરસાદ કર્યો હતો. અલ્પા પટેલના લોક ડાયરામાં યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા તેમજ રાજકોટ દૂધ ડેરીના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. ડાયરામાં અલ્પા પટેલ, બ્રીજદાન ગઢવી તેમજ અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.

 

(11:17 pm IST)