Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ગીર સોમનાથના એકસાથે 60 થી વધુ સરપંચોએ સામુહિક રાજીનામાની ચીમકી આપતા ખળભળાટ

જિલ્લા વિકાસ અધિકારી સામે સરપંચોએ મોરચો માંડ્યો: ખોટી કનડગત કરતા હોવાનો આક્ષેપ

ગીર સોમનાથ જીલ્લામાં 60 થી વધારે સરપંચો જીલ્લા વીકાસ અધીકારી સામે મોરચો માંડીને જીલ્લા પંચાયતની ઓફીસે પહોચ્યા હતા. જિલ્લામાં કુલ 300 સરપંચો છે. જે પૈકી 17 સરપંચોને જીલ્લા વિકાસ અધીકારી દ્વારા 51(1) મુજબની નોટીસ પાઠવીને ખોટી રીતે પરેશાન કરવામાં આવ્યા છે. તેવું સરપંચોનું કહેવું છે. જેથી મોટી સંખ્યામાં સરપંચો એકત્રીત થઈને જિલ્લાના સાંસદ અને ભાજપના મુખ્ય આગેવાનો સાથે વીકાસ અધીકારીને રજુઆત કરવા ગયા હતા.

રજુઆત બાદ સરપંચોએ એવી ચીમકી ઉચ્ચારી છે કે જો હવે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો તમામ સરપંચો રાજીનમું આપી દેશે. જોકે બાદમાં જિલ્લા વીકાસ અધીકારીએ એવી બાહેધરી આપી છે કે હવે પછી કોઈ કનગડત કરવામાં નહી આવે.

 બીજીતરફ  વિકાસ અધિકારીએ મીડિયા સમક્ષ વાત કરીને જાણાવ્યું કે મે સરકારના નીતી મુજબ બધા જ સરપંચોને નોટીસ આપી છે. તેમ છતા પણ સરપંચોને તેમની વીરુદ્ધમાં જવું હોય તો તેમને છુટ છે. અને તેમને રાજીનામાં આપવા હોય તો પણ તે આપી શકે છે.

(10:38 pm IST)