Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ભચાઉના ચોબારી ગામે આધેડનું કારની ટક્કર લાગતા મોત : જૂની અદાવતમાં હત્યાને અંજામ આપ્યાનો પરિવારનો આક્ષેપ

કાર ચડાવાય ત્યારે તેનો પુત્ર અને ભત્રીજો હાજર : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ભુજમાં ભચાઉ તાલુકાના ચોબારી ગામે ગઈકાલે એક આધેડનું કારની ટક્કરે મોત નીપજ્યું હતું  મૃતક ધુળેટીના દિવસે બપોરે દોઢ વાગ્યાના અરસામાં ઘરની બહાર રોડ પર ઉભા હતા ત્યારે એક કાર ચાલકે તેમને ટક્કર મારી અને ત્યાથી ફરાર થઈ ગયો.હતો

 આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે. જે સમયે આ મૃતક પર કાર ચઢાવામાં આવી ત્યારે તેમનો પુત્ર અને ભત્રિજો ત્યાજ હાજર હતા. સમગ્ર મામલે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે જૂની અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. આ બાબતે ભચાઉ પોલીસે મોડી રાત્રે કારચાલક રમેશ વરચંદ સામે ફરીયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(10:29 pm IST)