Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

ઉપલેટામાં રૂ. પ.૩૭ લાખની ચોરી કરનાર હમીર કરમુર ઝડપાયો

(કૃષ્ણકાંત ચોટાઇ દ્વારા) ઉપલેટા તા. ૧૧ :.. અહીયા છેલ્લા કેટલાક સમય થયા જુદી જુદી જગ્યાએ ઘરફોડ ચોરીઓ થયાના બનાવ બનેલ હતા અ બનાવો બાદ જેતપુરના ડીવાયએસપી સાગર બારમારની સુચનાથી ઉપલેટાના પીએસઆઇ વી. એમ. લગારીયા અને તેમની ટીમ તપાસ ચલાવી રહી હતી.

મેરૂભાઇ મકવાણાને મળેલ બાતમીને આધારે ઉપલેટા આહીર સમાજ પાસે રહેતા હમીર જલાભાઇ કરમુર ઉ.રપ વાળાને પકડી પાડી આગવી ઢબે પુછપરછ કરતા સોનાનો ચેન બે બુટી કિ. રૂ. ૧,૦પ,૦૦૦ સોનાનો સેટ બુટી કિ. રૂ. ૧,૦પ,૦૦૦ સોનાની લકી ૧ કિ. રૂ. ૩પ,૦૦૦ હજાર સહિત જુદા જુદા સોનાના દાગીન કિ. રૂ. ૪,૯૦,૦૦૦ રૂ. પ હજારનો મોબાઇલ ફોન તથા ૪ર,૮૦૦ ની કિંમતનું વિદેશી ચલણ પુરો તથા ડોલર મળીને કુલ રૂ.ા પ,૩૭,૮૦૦ નો મુદામાલ આરોપી હમીર કરમુર પાસેથી કબજે કરેલ છે.

આ ચોરી ડો. ટોળીયા રોડ ઉપર આવેલ આરીફ ફરીદ બુધવારીના મકાનમાં થયેલ હતી.

આ ચોરીનો ગુન્હો શોધવામાં પીએસઆઇ લગારીયા સાથે પો. કો. દેવાયતભાઇ, નિલેશભાઇ ચાવડા, દિનેશભાઇ ગોંડલીયા, ભાવેશભાઇ બોરીચા, મહેન્દ્રભાઇ ધાંધલ, દિનેશભાઇ ગોહીલ તથા સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(3:57 pm IST)